27 નવેમ્બરે 'બરોડા મૂન'ની હરાજી, ગાયકવાડ પરિવાર સાથે હતું કનેક્શન
Trending Photos
હોંગકોંગ: ભારત અને હોલિવૂડની શાન રહેલા બરોડાના ચંદ્ર તરીકે જે પ્રખ્યાત છે તે 24 કેરેટનો હીરો હોંગકોંગમાં 27 નવેમ્બરના રોજ હરાજીમાં મૂકાશે. પીળા રંગનો અને નાસપતિના આકારનો આ હીરો 15મી સદી દરમિયાન વડોદરામાં રાજ કરતા ગાયકવાડ પરિવાર પાસે હતો. ગાયકવાડ ભારતના સૌથી જૂના અને સંપન્ન શાહી પરિવારોમાંથી એક છે.
કેટલીક સદીઓ સુધી ગાયબ રહ્યાં બાદ 1926માં આ હીરો ફરી સામે આવ્યો ત્યારે પ્રિન્સ રામચંદ્ર તેને અમેરિકા લઈ ગયા હતાં. 1943માં લોસ એન્જલસમાં થયેલા ઈસ્ટર ફેશન ફેસ્ટિવલમાં આ અનોખા હીરાનું એક્ઝિબિશન પણ લગાવવામાં આવ્યું હતું.
1950 સુધીમાં આ હીરો માયર આભૂષણ કંપનીના માલિક માયર રોઝેનબાઉમ પાસે હતો. આ દરમિયાન બરોડાના ચંદ્રને ખુબ પ્રસિદ્ધિ પણ મળી. હોલિવૂડની મશહૂર અભિનેત્રી અને ગાયિકા મર્લિન મનરોએ આ હીરો પહેરીને પોતાનું પ્રસિદ્ધ ગીત ડાયમન્ડ આર એ ગર્લ્સ બેસ્ટ ફ્રેન્ડ પણ ગાયુ હતું.
ઓસ્ટ્રેલિયાની સામાજ્ઞી મારિયા થેરેસાએ પણ આ હીરો પહેર્યો હતો. તેની હરાજીનું આયોજન ક્રિસ્ટી તરફથી કરવામાં આવી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે